પ્રાઇવસી
આ વેબસાઇટ તમારી કઈ માહિતી લે છે.
છેલ્લે અપડેટ કર્યું: ૨૬ જુલાઈ ૨૦૨૬
ટૂંકમાં
આ વેબસાઇટ કૂકી મૂકતી નથી, એકાઉન્ટ બનાવવાનું કહેતી નથી અને તમે અહીં જે લખો એ સેવ કરતી નથી.
સંપર્કનું ફોર્મ
Contact પેજનું ફોર્મ કોઈ સર્વર પર માહિતી મોકલતું નથી. એ તમારા જવાબનો WhatsApp મેસેજ બનાવીને WhatsApp ખોલે છે. તમે મેસેજ વાંચીને જાતે મોકલો. Send ન કરો તો અમને કંઈ દેખાતું નથી.
WhatsApp, ફોન અને ઇમેઇલ
તમે અમને મેસેજ કે ફોન કરો ત્યારે જવાબ આપવા અને વાત આગળ વધારવા એ વાતચીત અમારી પાસે રહે. અમે તમારી contact detail વેચતા નથી અને તમારી મંજૂરી વગર કોઈ marketing listમાં ઉમેરતા નથી.
ક્લાયન્ટનો ડેટા
ક્લાયન્ટ માટે અમે જે કામ કરીએ એ આ વેબસાઇટથી અલગ છે. પ્રોજેક્ટમાં ડેટા ક્લાયન્ટના નામના એકાઉન્ટમાં રહે અને છેલ્લે કોડ, ડેટા તથા લૉગિન ક્લાયન્ટના જ રહે. અમને કેટલો access મળશે એ પણ પહેલાંથી લખીને નક્કી થાય.
Analytics
આગળ જઈને analytics ઉમેરીશું તો એવું સાધન વાપરીશું જે કૂકી વગર page visits ગણે અને બીજી વેબસાઇટ પર કોઈ વ્યક્તિને track ન કરે. એવું કરતાં પહેલાં આ પેજ અપડેટ થશે.
તમારા ડેટા વિશે પૂછવું હોય તો
hello@nitisol.com પર લખો અથવા +91 93282 86297 પર ફોન કરો. અમારી પાસે તમારી શું માહિતી છે એ કહીશું અને તમે કહો તો delete કરીશું.